વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો દરેક વસ્તુને કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓથી દુર રહી શકાય છે, આ વાતને માનવા વાળો વર્ગ મોટા પ્રમાણમાં છે અને કેટલાક લોકો એવા પણ છે કે જે આ બધી વાતોમાં માનતા નથી. આવામાં જે લોકો માને છે કે જમીન ખરીદ્યા પછી ધરનું બાંધકામ કઈક આ રીતે હોવું જોઈએ તો તે લોકો માટે આ મહત્વની અને ખાસ જાણકારી છે.
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે ઘર ખરીદતી વખતે કે બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તેની અવગણના કરવામાં આવે તો વાસ્તુ દોષની અનેક સમસ્યાઓ સર્જે છે. જો તમે પણ નવા વર્ષમાં ઘર બનાવવાનું કે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ વાસ્તુ નિયમો તમારા માટે ઉપયોગી થઈ શકે છે.જે ઘરનું મુખ દક્ષિણ તરફ હોય તેને શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે કે ખરીદતી વખતે વાસ્તુના આ નિયમનું ખાસ ધ્યાન રાખો. જો ઘર દક્ષિણ તરફ હોય તો વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ નિષ્ણાતની સલાહ લો.
જે ઘરમાં સૂરજ કે સૂર્યના કિરણો અને સ્વચ્છ હવા ન પ્રવેશી રહી હોય તેવા ઘરોની ખરીદી ન કરવી જોઇએ. વાસ્તુના જણાવ્યા પ્રમાણે આ ઘરોમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. આ સિવાય નવી જમીન પર કાંટાળું વૃક્ષ કે ખાડો ન હોવો જોઈએ, કારણે આવી જમીનને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, મકાનની એકદમ સામે કાંટાળુ વૃક્ષ, ખાંભી અથવા મંદિરનું હોવું અશુભ માનવામાં આવે છે. જેનાથી વાસ્તુદોષ થાય છે. આવી સ્થિતિમાં ઘરના લોકોની સફળતા અટકાઈ જાય છે.