Site icon Revoi.in

‘વસુધૈવ કુટુંબકમ’ આપણા સંસ્કારી સમાજની નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરે છે : ઉપરાષ્ટ્રપતિ

Social Share

નવી દિલ્હીઃ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે) ની વિભાવના આપણા સંસ્કારી સમાજની નૈતિકતા દર્શાવે છે. તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું.

નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કૉલેજમાં ‘ભારતના મૂળ મૂલ્યો હિત અને ઉદ્દેશ્યો’ પર વ્યાખ્યાન આપતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણની પ્રસ્તાવનામાં આપણા ઘણા મૂળ તત્વોનો ઉલ્લેખ છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી ‘વેક્સીન ફ્રેન્ડશિપ’ પહેલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઇતિહાસમાં ભારતનો અભિગમ ક્યારેય વિસ્તરણવાદી રહ્યો નથી.

ભારતમાં વ્યૂહાત્મક અભ્યાસના સૌથી પ્રચંડ કેન્દ્રોમાંના એક તરીકે પોતાને સ્થાપિત કરવા માટે NDCની પ્રશંસા કરતાં જગદીશ ધનખરે કહ્યું કે, આ મહાન સંસ્થા છેલ્લા છ દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠા અને કદ બંનેમાં વૃદ્ધિ પામી છે.

લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર માગો, કમાન્ડન્ટ નેશનલ ડિફેન્સ કોલેજ, ફેકલ્ટી સભ્યો અને 62મા એનડીસી કોર્સના સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.