સુરતઃ હોળી-ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરમાં હોળી દરેક સોસાયટીઓ અને મહોલ્લાઓમાં પ્રગટાવવામાં આવતી હોય છે. દર વખતે લાકડાંથી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં હોલિકાદહન માટે લાકડા નહીં પણ ગાયના ગોબરમાંથી બનતાં ગૌ-કાષ્ટની માગ વધી છે. સુરતમાં આ વર્ષે એક હજારથી વધુ જગ્યાએ વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. જેના માટે 80 ટન (80 હજાર કિલો) ગૌ-કાષ્ટનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. આ ગૌ-કાષ્ટ લાકડા કરતા પણ સસ્તી છે. અને વૈદીક હોળીથી પર્યાવરણને પણ કોઈ નુકશાન થતું નથી. ઉપરાંત સુરતના પાંજરાપોળને લાભ થશે. કારણ કે, પાંજરાપોળની 10,000 ગાયોના ગોબરમાંથી મશીન દ્વારા 80 હજાર ટન ગૌ-કાષ્ટ તૈયાર કરાયા છે.
સુરત શહેરમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં હોલિકાદહન માટે લાકડા નહીં પણ ગાયના ગોબરમાંથી બનતાં ગૌ-કાષ્ટની માગ વધી છે. સુરતમાં આ વર્ષે એક હજારથી વધુ જગ્યાએ વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. જેના માટે 80 ટન (80 હજાર કિલો) ગૌ-કાષ્ટનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. સુરત પાંજરાપોળ દ્વારા 80 ટન ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના ગોબરનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે, હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે. પરંતુ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવા લોકો આગળ આવ્યા છે. બીજી બાજુ ગૌ-કાસ્ટના વેચાણની આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે. પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના ગોબરમાંથી 80 ટન જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી 1000થી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌ-સ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે
સુરત પાંજરાપોળના વહિવટકર્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને આની શરૂઆત છેલ્લા 3 વર્ષથી કરી છે. જેમાં પહેલા વર્ષે 35થી 40 ટન, ગયા વર્ષે 60 ટનથી વધારે અને આ વર્ષે 70 ટનથી પણ વધારે પ્રોડક્શન કર્યું છે. લોકોમાં જાગૃતિ આવવાના કારણે ડિમાન્ડ પણ ખૂબ વધી છે. ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક હોળીથી પર્યાવરણ પણ શુદ્ધ થાય છે. ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વાયરસ પણ નાશ પામે છે. આ ગોબર સ્ટીકનો ભાવ 25 રૂપિયા કિલો છે, જે લાકડાના ભાવની સામે સસ્તું છે.