Site icon Revoi.in

શાકાહારી થાળી 7 ટકા સુધી થઈ મોંઘી, ભાવવધારાથી લોકોનું બજેટ બગડયું

Social Share

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા લીલા શાકભાજીઓની કિંમતોમાં આવેલી નરમાશને કારણે મોંઘવારીથી પેદા થયેલી મુશ્કેલીઓમાંથી રાહત મળતી દેખાવા લાગી હતી. હવે તે ફરીથી માથું ઉંચકવા લાગી છે. બજારમાં રિટેલ વસ્તુઓના ભાવમાં તેજીએ ઘણાં લોકોની થાળી પર અસર પેદા કરવાનું શરૂ કરી દીધું છે. ખાણીપીણીના સામાનની કિંમતોમાં આવેલા ઉછાળાએ ગત મહિને જ લોકોને આગામી દિવસોના સંકેત આપી દીધા હતા.

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, મોંઘવારીના મારની વધુ અસર શાકાહારી થાળી પર પડી છે. ખાસ કરીને ડુંગળી અને ટામેટાના ભાવમાં વાર્ષિક આધારે અનુક્રમે 29 ટકા અને 28 ટકાનો વધારો થયો છે. તેના કારણે શાકાહારી થાળી લગભગ સાત ટકા સુધી મોંઘી થઈ છે.

સ્વાભાવિક જ કિંમતોમાં આ વધારાઓ લોકોમાં તેના ઉપયોગને લઈને ખચકાટ પેદા કર્યો છે. ભોજનમાં ડુંગળી અને ટામેટાની ખાસી ભૂમિકા રહે છે. માટે માંસાહારી થાળી પર પણ તેની અસર પડી છે. જો કે આ સમયગાળામાં માંસાહારી ભોજનમાં કેટલોક ઘટાડો નોંધાયો છે.

સામાન્ય વપરાશકારો વસ્તુઓની કિંમતો ઉંચી હોય છે, તો લોકો તેની ખરીદદારીને લઈને ઘણીવાર પ્રાથમિકતાઓનું નિર્ધારણ કરવા લાગે છે. ઓછી જરૂરી ચીજોની ખરીદી ટાળી દેવામાં આવે છે. પરંતુ ખાણીપીણી સહીત કેટલીક અનિવાર્ય ચીજોની કિંમતો ઘણીવાર ઘરના બજેટને અસંતુલિત કરી દે છે. સામાન્ય રીતે શાકાહારી લોકોના ખાણીપીણીમાં ડુંગળી-ટામેટા એક જરૂરી ભાગ હોય છે, જે તેમની થાળીની શાકભાજીમાં સ્વાદ ભરે છે. પરંતુ તેની સાથે હવે અન્ય લીલી શાકભાજીના ભાવમાં પણ શાકાહારની સામે પડકાર રજૂ કરે છે.

સામાન્ય રીતે શિયાળામાં લીલી શાકભાજીના ઉત્પાદન અને આપૂર્તિ ઠીકઠાક હોવાને કારણે બજારમાં તેની કિંમતો પણ ઘણી નરમ રહે છે. પરંતુ આ વર્ષે લગભગ તમામ લીલી શાકભાજીઓના ભાવ જે સ્તર પર સ્થિર રહે છે, તેનાથી તેના સસ્તા થયાનું કહી શકાય નહીં. જો ખાસી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવાથી હાથ પાછા ખેંચવા લાગે છે, ત્યારે તેનો મતલબ છે કે બજારમાં કિંમતોને લઈને સરકારે જરૂરી પગલા ઉઠાવવાની જરૂર છે.