નવી દિલ્હીઃ દેશભરમાં વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. પેસેન્જર વાહનોની સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ડિસેમ્બર મહિનામાં મહિનાના આધારે કુલ વાહનોના વેચાણમાં 30 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ વાર્ષિક ધોરણે તેમાં 21 ટકાથી વધુનો વધારો થયો છે. FADA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર મહિનામાં કુલ 19,90,915 વાહનોનું વેચાણ થયું હતું. જેમાં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો છે. ડેટા અનુસાર, ડિસેમ્બર 2022 દરમિયાન દેશભરમાં કુલ 16,43,514 યુનિટ્સનું વેચાણ થયું હતું.
FADAના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 2,93,005 યુનિટ્સનું વેચાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર 2022 દરમિયાન આ સંખ્યા 2,85,429 હતી. જ્યારે નવેમ્બર મહિનામાં આ સંખ્યા 3,60,431 યુનિટ હતી. ટુ-વ્હીલર સેગમેન્ટમાં, ડિસેમ્બર 2023 દરમિયાન મોટરસાઇકલ, સ્કૂટર અને મોપેડનું કુલ વેચાણ 14,49,693 યુનિટ હતું. જ્યારે થ્રી-વ્હીલરના વેચાણમાં કુલ યોગદાન 95,449 યુનિટ હતું. ડિસેમ્બરમાં ટ્રેક્ટરના 78,872 યુનિટ અને કોમર્શિયલ વાહનોના 73,896 યુનિટ વેચાયા હતા.
FADA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માસિક ધોરણે લગભગ 18.71 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વાર્ષિક ધોરણે 2.65 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. માસિક ધોરણે ટુ-વ્હીલરના વેચાણમાં લગભગ 35.49 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે વર્ષના આધાર પર, ગયા વર્ષની સરખામણીએ છેલ્લા મહિનામાં 27.56 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. થ્રી-વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 36.40 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી અને કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં લગભગ 1.31 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
(PHOTO-FILE)