- વેણુ 2 ડેમ ફરી એકવખત ઓવરફ્લો
- 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા
- લોકોને નદીના પટમા ન જવા અપાઈ સૂચના
રાજકોટ: ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.વેણુ 2 ડેમની કુલ સપાટી 54.17 ફૂટ છે જ્યારે હાલની ડેમની સપાટી 54.17 ફુટ પહોંચી છે. વેણુ 2 ડેમમાં 10945 ક્યુસેક પાણીની આવક સામે 10945 ક્યુસેક પાણીની જાવક છે. વેણુ 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતા ડેમ સાઈટ નીચે આવતા ગધેથડ , વરજાગ જાળીયા, નીલાખા, મેખાટીબી, નાગવદર સહિતના 5 ગામના લોકોને નદીના પટમા ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે પણ રાજ્યના કેટલાક જિલ્લા તથા શહેરોમાં વરસાદી વાતાવરણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિજળીના કડાકા પણ સાંભળવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જોરદાર વરસ્યો છે.
જો વાત કરવામાં આવે દેશની તો હજુ પણ દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ બનેલો છે અને ત્યાં વરસાદના કારણે લોકો હેરાન પરેશાન પણ થયા છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જામેલો છે.