Site icon Revoi.in

ટ્રેકની કામગીરીને લીધે વેરાવળ ઈન્ટરસિટી 25મીથી 29મી જુન સુધી બંધ, 6 ટ્રેનોના રૂટમાં ફેરફાર

Social Share

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા રાજકોટ પાસે ટ્રેક પર ડબલિંગનું કાર્ય ચાલી રહ્યું છે. જેના લીધે આગામી તા. 25મી જનથી 29મી જુન સુધી ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસિટી (ટ્રેન નં.19119) અને વેરાવળ-ગાંધીનગર (ટ્રેન નં.19120) સહિત અડધો ડઝન ટ્રેનો બંધ રહેશે.

રાજકોટ શહેર નજીક રેલવેના ટ્રેક ડબલિંગની કામગીરીથી 29 જૂન સુધી બ્લોકને લીધે અમદાવાદ આવતી-જતી સંખ્યાબંધ ટ્રેનોને અસર થઈ છે. બ્લોકને કારણે 26 જૂનથી 29 જૂન સુધી ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસિટી (ટ્રેન નં.19119) અને વેરાવળ-ગાંધીનગર (ટ્રેન નં.19120) 25 જૂનથી 28 જૂન સુધી રદ કરાઈ છે. તેમજ 21 જૂને ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 4 કલાક મોડી ઉપડશે. જ્યારે 26 જૂને જબલપુર એક્સપ્રેસ રેલવેથી અઢી કલાક મોડી પડશે. જામનગર ઈન્ટરસિટી વડોદરા-સુરેન્દ્રનગર વચ્ચે, 25 જૂને બાંદ્રા હમસફર સુરેન્દ્રનગરથી ઉપડશે જ્યારે 27 જૂન સુધી વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાથી સુરેન્દ્રનગર વચ્ચે દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર અને જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત 28 જૂન સુધી જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી વડોદરા વચ્ચે દોડશે. આ ટ્રેન જામનગર – સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 23 જૂન બરૌની – આ ટ્રેન સુરેન્દ્રનગર -રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 28 જૂન રાજકોટ – બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી ઉપડશે. 24 જૂન રિવા – રાજકોટ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન સુરેન્દ્રનગર – રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 જૂન રાજકોટ – દિલ્હી સરાય રોહિલા સુરેન્દ્રનગરથી ઉપડશે. રાજકોટ નહીં જાય. 25 જૂન જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ઉપડશે. 25 જૂન મહેબૂબનગર જડચેર્લા – રાજકોટ સ્પેશિયલ વાંકાનેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વાંકાનેર – રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 24 અને 25 જૂન સિકંદરાબાદ – રાજકોટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

પશિવમ રેલવેના સૂત્રોએ જમાવ્યું હતું કે, અમદાવાદ-ઓખા વંદેભારત એક્સપ્રેસ 15 જૂને 10 મિનિટ, 19 જૂને 55 મિનિટ રેગ્યુલેટ કરાશે. હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 15 જૂનના રોજ 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. 19 જૂનની ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક રેગ્યુલેટ કરાશે. 19 જૂનની સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ 1.20 કલાક રેગ્યુલેટ કરાશે. 20 જૂનની ઓખા – વારાણસી એક્સપ્રેસ 20 મિનિટ રેગુલેટ કરાશે. તથા તા. 23 જૂનની શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર એક્સપ્રેસ 3 કલાક રેગ્યુલેટ કરાશે.