દિલ્હીઃ અફધાનિસ્તાનની હાલની માનવીય સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેઝે સોમવારે એક ઉચ્ચ મંત્રી સ્તરની બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશની પ્રમુખ જરૂરિયાતો અને અફધાનનાં લોકોના સમર્થન માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા તાત્કાલીક આર્થિક સહાયતાની જરૂરત પર ભાર મુકાયો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ અફધાનિસ્તાનમાં માનવિય સંકટ પર અપીલ કરતા 606 મિલિયન ડોલરની ઈમરજન્સી મદદનુ આહ્વાવાન કર્યુ છે. બેઠકને સંબોધિત કરતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે કહ્યુ કે, આ સમય આતંરરાષ્ટ્રીય સમુદાય માટે માનવીય સંકટ સામ ઝઝૂમી રહેલા અફધાનીસ્તાનિઓને મદદ કરવાની જરૂર છે.
જો કે એન્ટોનિયો ગુટરેઝે દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે તાલિબાનના રાજમાં અફ્ઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે મોટા દેશોએ તાલિબાન સાથે સંબંધો સુધારવા જ પડશે અથવા તેનો કોઈ રસ્તો લાવો પડશે.
અફ્ઘાનિસ્તાનમાં આજે પણ લોકો દેશ મુકીને અન્ય સ્થળે સ્થાયી થવાનું વિચારી રહ્યા છે. આજે પણ પાકિસ્તાન તથા અન્ય દેશોની બોર્ડર પર અફ્ઘાનિસ્તાનની જનતા મોટી સંખ્યામાં ઉભી છે જેમને પાકિસ્તાનમાં પ્રવેશ કરવો છે પણ તાલિબાનના શાસન હેઠળ રહેવાનું મંજૂર નથી. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દિવસે ને દિવસે નિર્દય બનતું જાય છે અને લોકો પર ભારે જૂલમ ગુજારવામાં આવી રહ્યો છે. તાલિબાન અફઘાનિસ્તાનની રાજનીતિથી લઈને ભણતર અને સ્ત્રીઓની હકની વાત – તમામ વાતોને બદલવા માગે છે અને માનવ અધિકારોનો ખુલેઆમ ભંગ કરી રહ્યું છે.
કેટલાક દેશોના નાગરિકો આજે પણ અફ્ઘાનિસ્તાનમાં ફસાયા છે જેને પોતાના દેશમાં પરત લેવા માટે કેટલાક દેશો અફ્ઘાનિસ્તાન સાથે સંપર્કમાં છે અને પોતાના દેશના નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.