મુંબઈ:કોરોના કાળ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ આપણને છોડીને ચાલી ગઈ છે.તે જ સમયે, એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે,મહાન ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેતા અરુણ બાલીનું નિધન થઈ ગયું છે.તેમણે સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. 79 વર્ષના અરુણ બાલીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. અને થોડા મહિના પહેલા જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અરુણ બાલી Myasthenia Gravis નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા.Myasthenia Gravis એ સ્વયંપ્રતિરક્ષા રોગ છે.આ રોગ ચેતા અને સ્નાયુઓ વચ્ચે સંચાર નિષ્ફળતાને કારણે થાય છે.
અરુણ બાલી ઈન્ડસ્ટ્રીના અનુભવી કલાકાર હતા, જેમના નિધનથી દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા છે. અરુણ બાલીના નિધનના સમાચારથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણા સેલેબ્સે પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.અરુણ બાલી એક ખુશખુશાલ વ્યક્તિ અને કલાકાર હતા જેમના સ્વસ્થ થવાની અપેક્ષા હતી.પરંતુ અફસોસ, અંતે તે જીવનની લડાઈ હારી ગયા.