બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે નિધન
- વરિષ્ટ અભિનેતા રમેશ દેવનું નિધન
- વય સંબંધિત બીમારીથી હતા પીડિય
- 93 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ
મુંબઈઃ- બોલિવબડના જાણીતા અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે નિધન થયું છે.બોલિવૂડમાં તેમણે અનેક મહત્વના રોલ કર્યા હતા ,તેમણે પોતાના અભિનેયથી દર્શકોના દિલમાં ખાસ જગા બનાવી હતી, પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય. રહ્યું છે.
રમેશ દેવ વય-સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા અને તેમનું આકસ્મિક અવસાન હિન્દી અને મરાઠી સિનેમા માટે આઘાત સમાન છે. 30 જાન્યુઆરી 1929ના રોજ જન્મેલા રમેશ દેવે વર્ષ 1951માં ફિલ્મ ‘પાતલાચી પોર’ દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
જો બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો તેમણે વર્ષ 1962માં રિલીઝ થયેલી ફિલ્મ આરતી દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણા ટીવી શો પણ બનાવ્યા અને 250 થી વધુ ટીવી જાહેરાતો કરી. રમેશ દેવે ફોર્સ અને દિલ્હી બેલી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને આનંદ, આપ કી કસમ, મેરે અપને અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં તેમનું તારિફે કાબિલ રહ્યું.
રમેશ દેવની પત્ની સીમા પણ લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. ‘જોલી એલએલબી’ અને ‘ઘાયલ – વન્સ અગેન’ જેવી ફિલ્મોમાં રમેશ દવે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને બુધવારે જ અભિનેતા અમિતાભ દયાલે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.