Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં 6 વખત સીએમ પદનો કાર્યભાર સંભાળી ચૂકેલા દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન

Social Share

 

શિમલાઃ- હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહે લાંબા સમયથી બીમારી સામે લડ્યા બાદ ગુરુવારે વહેલી સવારે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે આ બાબતની માહીતી આપી હતી.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ‘પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહ જીનું મલ્ટી-ઓર્ગન નિષ્ફળતાના કારણે સવારે ચાર વાગ્યે અહીંની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નિધન થયું હતું.’ 87 વર્ષિય વીરભદ્ર સિંહ આ પહેલા કોરોના વાયરસથી પીડિત હતા અને 13 મે એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા.12 એપ્રિલ અને 11 જૂન આ બન્ને વલખત તેઓ કોરોના સંક્રમિત થયા હતા ત્યારથી તેમની ચબિયત નાદુરસ્ત રહેતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, તેમની તબિયત બગડવા લાગી હતી, અને થોડા દિવસો પહેલા તેમને આઇજીએમસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. વીરભદ્ર સિંહ 6 વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.તેઓ નવ વખતના ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે.