Site icon Revoi.in

NCP ના દિગ્ગજ નેતા શરદ પવારની તબિયત બગડી – મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્રમાં ેનસીપીના દિગ્ગજ નેતા એવા શરદ પવારને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે, તેમની તબિયત અચાનક ખરાબ થતા તેઓને તાત્કાલિક ઘોરણે મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે ધાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓને  81 વર્ષીય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીને ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવશે એટલે કે આ અઠવાડિયે જ  રજા આપવામાં આવશે. તેઓ આગામી નવેમ્બરમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે . આ સાથે જ કહેવાય રહ્યું  છે કે દિગ્ગજ નેતા કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ નાંદેડ થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યાના એક દિવસ પછી 8મી નવેમ્બરે જોડાશે.શરદ પવારની તબિયત બગડવાના મામલે પાર્ટીએ ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી પણ આપી છે.

એનસીપીએ પાર્ટીએ કહ્યું છે કે તેમને 2 નવેમ્બર સુધીમાં રજા આપવામાં આવી શકે છે. તેમજ 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનાર શિબિરમાં વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. ખાસ વાત એ છે કે 81 વર્ષીય રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છે.