નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના નેતા શરદ શર્માએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર માટેનું આંદોલન 1947માં દેશની આઝાદી માટે થયેલા આંદોલનોથી પણ મોટું હતું. વીએચપીના નેતાએ કહ્યુ છે કે આ આંદોલન માટે લાખો લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા. તેમણે કહ્યુ છે કે ભગવાન રામલલાના મંદિરના નિર્માણને આખરી સ્વરૂપ આપતા લગભગ 500 વર્ષ વીતી ગયા.
તેમણે કહ્યુ છે કે રામમંદિર આંદોલન સ્વતંત્રતા આંદોલનથી પણ મોટું આંદોલન હતું, કારણ કે આ એક ધાર્મિક આંદોલન હતું જેમાં ધર્મ, સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો અને તેને એક સ્તર સુધી પહોંચાડયું. લાખો લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા. તેમાં 500 વર્ષ લાગી ગયા. માટે તેનાથી એ માની શકાય છે કે આ 1947થી પણ મોટું આંદોલન હતું. તેમણે કહ્યુ છે કે આ મહિનાના આખરમાં થનારા ભગવાન રામલલાના પ્રતિષ્ઠા સમારંભ માટે કુલ 7 હજાર નિમંત્રણ પત્રો મોકલાય રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. તેને લઈને જોરદાર તૈયારીઓ પણ કરાય રહી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત દેશના અનેક અગ્રણીઓ આમંત્રિત કરાયા છે.
વીએચપીના નેતાએ કહ્યુ છે કે દેશના લગભગ ચાર હજાર સંતો અને ત્રણ હજાર અન્ય લોકોને આમંત્રિત કરાય રહ્યા છે. પ્રતિષ્ઠા સમારંભના નિમંત્રણ પત્ર પર તેમણે કહ્યુ છે કે આના પહેલા પૃષ્ઠ પર ભગવાન રામલલાની તસવીર છે. તેની ાથે કાર્યક્રમોની વિભિન્ન તિથિઓ અને વિવરણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના સિવાય અમે એ લોકો પર પુસ્તિકા પ્રદાન કરી રહ્યા છીએ કે જેમણે 1949થી રામમંદિર આંદોલનમાં ભૂમિકા નિભાવી હતી. આ હાલની પેઢી માટે છે, જેથી તે એ દિગ્ગજો સંદર્ભે જાણી શકે જે આંદોલનનો હિસ્સો હતા. મહત્વપૂર્ણ છે કે 9 નવેમ્બર, 2019ના રોજ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ચુકાદો સંભળાવતા વિવાદીત સ્થાન પર રામમંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેના નિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.