1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવી દિલ્હીમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે
નવી દિલ્હીમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે

નવી દિલ્હીમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ બે દાયકાઓમાં, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સમિટ દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ માટે પથ પ્રદર્શક બની છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા, ઈમેજીનેશન અને ઈમ્પ્લીમેન્ટેશન (વિચાર, કલ્પના અને અમલીકરણ)ના મૂળ તત્વો આધારિત એક સંસ્થા તરીકે ઉભરી છે.

VGGS ની 10મી આવૃત્તિ ગુજરાતની ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ થી ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (‘રોકાણો માટે સૌથી વધુ પસંદગીના સ્થળ’થી ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’) સુધીની સફર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે ‘ન્યૂ ઇન્ડિયા’ના વિઝનને આકાર આપશે.  ‘સફળતાની સમિટ’ તરીકે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કર્ટેન રેઈઝરમાં ગુજરાત રાજ્યના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ (MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન) રાજ્ય મંત્રી   જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ બે ભાગમાં યોજાશે જેમાં કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન (વાર્તાલાપ સત્ર) અને  મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન  બી. કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે, ત્યારબાદ ઓડિયો-વિડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ. જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી શ્રી રાજેશ કુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ  રાજ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ  આ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાંજે ‘ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન’ એટલે કે મિશનના વડાઓ સાથે વાર્તાલાપ યોજાશે, જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code