વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ MoU થયા
ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MoU કરવામાં આવ્યા હતા. જેમાં અસનદાસ એન્ડ સન્સ પ્રા. લી. દ્વારા મહેસાણા ખાતે રૂ. 1100 કરોડનું રોકાણ કરવાનું આયોજન, ભીતર એન્ટરપ્રાઇઝ પ્રા. લી. દ્વારા ગુજરાત રાજ્યમાં 500 કરોડનું રોકાણ કરવાનું આયોજન, ટાઈડી એગ્રોસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. 400૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન, ગ્રેઇનસ્પાન ન્યુટ્રિઅન્ટ્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદ ખાતે રૂ. 375 કરોડનું રોકાણ કરવાનું આયોજન, સંસ્ટાર લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે રૂ. 300 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.
તે ઉપરાંત જે.એમ. કોકોનટ પ્રોડક્ટ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. 300 કરોડનું રોકાણ કરવાનું આયોજન, મેક પટેલ ફૂડ્સ પ્રા. લિ. દ્વારા મહેસાણામાં રૂ. 150 કરોડનું રોકાણ કરવાનું આયોજન અને આરપીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. 140 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.