Site icon Revoi.in

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટઃ ભરૂચમાં રૂ. 18086 કરોડના 250 જેટલા MOU થયા

Social Share

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીના કાર્યકાળમાં બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમીટનાં રોપેલા બીજ અત્યારે વટવૃક્ષ બન્યું છે. પહેલા દેશ આર્થીક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં 14માં ક્રમાંકે હતું પરંતુ જયારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાળ સંભાળતા અત્યારે દેશે પાંચમાં ક્રમાંકે હરણફાળ ભરી છે.આ પ્રકારની વિકાસની ગતીને જોતા દેશ વર્ષ 2047માં વિશ્વગુરૂ તરીકે ઉભરી આવશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક  ઉમેર્યું હતું

તેમણે વધુમાં કહ્યું હતું કે, મૃદુ છતાં  મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વટવૃક્ષની ડાળીઓ સમાન વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સમીટ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તેવો નિર્ધાર કર્યો છે.રાજ્યમાં સૌથી વધુ ઔધોગીક એકમો ધરાવતા જિલ્લા તરીકે નામના મેળવતા ભરૂચ જિલ્લાને પણ આ સમીટનો સૌથી વધુ લાભ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વર્ષ 2047ના વિકસીત ભરૂચનો પાયો આજના કાર્યક્રમ દ્વારા નંખાયો છે. વિવિધ ક્ષેત્રે થયેલા MOU મુજબ ભરૂચ જિલ્લામાં કુલ 18086 કરોડ જેટલી માતબર રકમના 250 જેટલા  MOU સાઈન થયા છે. જેના થકી  વિવિધ ક્ષેત્રોમાં કુલ 39714 લોકોને રોજગારી મળશે તેમ તેમણે દ્રઢ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ભરૂચ સમીટ એ ઘણા ઉદ્યોગો તેમજ રોજગારી અને મૂડીરોકાણની ઉત્તમ તક  સારૂ પ્લેટફોર્મ પૂરી પાડીને જિલ્લાના યુવાધનને સુવર્ણ અવસર ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવશે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.

આ પસંગે જિલ્લાના સાસંદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં  ઉત્તમ કાયદા અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ  બિઝનેસ સમીટને આકાર આપી શકાય છે. ઔધાગિક એકમોને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડીને સમગ્ર દેશમાં ગુજરાત રોકાણ માટેનું હબ રાજ્ય સાબિત થઈ રહ્યું છે. જેના કારણે દેશમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્યની નામના મેળવી છે. તેમ તેમણે જણાવ્યું હતું.