વિકી કૌશલ અને કેટરિના કૈફની આજે સંગીત સેરેમની યોજાશે, જાણો ડાન્સ ફ્લોર પર કોણ મચાવશે ધમાલ
- વિકી કૌશલ અને કેટરીનાની પ્રિ વેડિંગ સેરેમનીનો આરંભ
- આજે આ કપલની સંગીત સેરેમની યોજાશે
- સવાઈ માધોપુરમાં યોજાશે શાહી લગ્ન
બોલિવૂડના સુપર સ્ટાર એવા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લામાં લગ્ન કરવા જઈ રહ્યા છએ, ત્યારે હવે લગ્નને 2 દિવસ જ બાકી છે, આજથી આ સ્ટાર્સના પ્રિ વેડિંગની સેરેમનીનો આરંભ થી ચૂક્યો છે, ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સેલિબ્રિટીના લગ્નને લઈને કડક બંગોબસ્ત ગોઠવાયો છે,પોલીસ સહીત અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન હાલ જબરદસ્ત હેડલાઈન્સમાં જોવા છે. સોમવારે સાંજે વિકી કૌશલ, કેટરિના કૈફ અને તેમના પરિવારના સભ્યો જયપુર જવા માટે મુંબઈથી રવાના થયા હતા. મીડિયાને જોઈને કપલે હાથ મિલાવીને અભિવાદન કર્યું.હાલ વિકી અને કેટરિના વેડિંગ વેન્યુ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા પહોંચી ગયા છે. આજે એટલે કે 7 ડિસેમ્બરથી તેમના લગ્ન પહેલાની સેરેમની શરૂ થઈ રહી છે. આજે તેમનો સંગીત સમારોહ યોજાશે.
આ સંગીત સેરેમનીમાં કરણ જોહર અને ફરાહ ખાનની મહત્વની ભૂમિકા રહશે. રિપોર્ટ અનુસાર, વિકી કૌશલ તરફથી કરણ જોહર અને કેટરિના કૈફ વતી ફરાહ ગીતો કોરિયોગ્રાફ કરશે. વિકી અને કેટરીનાના હિટ ગીતો ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવશે. કેટરીનાની ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત ‘કાલા ચશ્મા’ પર આ કપલ સાથે ડાન્સ કરશે. આ ફિલ્મના નિર્દેશક નિત્યા મેહરા પણ લગ્નનો ભાગ બનશે.
જાણો આજની સેરેમનીમાં કોણ સ્ટાર્સ બનશે મહેમાન
મળતી માહિતી મુજબ હોટલમાં લગભગ 120 મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોલિવૂડ સાથે જોડાયેલા નામોની વાત કરીએ તો કરણ જોહર અને ફરાહ ખાન સિવાય રોહિત શેટ્ટી, કબીર ખાન, મિની માથુર, અંગદ બેદી, નેહા ધૂપિયા, શર્વરી વાઘ (સની કૌશલની ગર્લફ્રેન્ડ) અને અંગિરા ધર સહિતના અન્ય સ્ટાર્સ ગેસ્ટ તરીકે આવશે.