- વિકી-સારા સાથે કામ કરવા માટે તૈયાર
- રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં જોવા મળશે
- ફિલ્મનું શૂટિંગ આ નવેમ્બરથી થશે શરૂ
મુંબઈ:અભિનેતા વિકી કૌશલ અને સારા અલી ખાન એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં સાથે કામ કરવા માટે તૈયાર છે, જેનું નિર્દેશન લક્ષ્મણ ઉટેકર કરશે. ‘લુકા ચુપ્પી’ અને ‘મિમી’ બાદ નિર્દેશક લક્ષ્મણ ઉટેકર અને ફિલ્મ નિર્માતા દિનેશ વિજન વચ્ચે આ ત્રીજો કરાર હશે.
જોકે, હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ઉટેકરે કહ્યું, “અમારી પાસે રોમેન્ટિક-કોમેડી માટે વિકી અને સારા જેવા કલાકારોની વધુ સારી પસંદગી છે. આ ફિલ્મ મધ્યપ્રદેશ, કદાચ ઉજ્જૈન અથવા ગ્વાલિયર જેવા શહેરો પર આધારિત છે. તે મારી અગાઉની ફિલ્મોની જેમ એક નાના શહેરની પ્રેમ કહાની છે. જેમાં મેં એક સામાજિક સંદેશ આપ્યો છે. ” .
દિગ્દર્શકે કહ્યું કે,તે તેના નવા પ્રોજેક્ટ માટે નવી જોડી શોધવા આતુર છે. તેણે કહ્યું, “હું હંમેશા વિકી સાથે કામ કરવા માંગતો હતો. તે એક અદ્ભુત અભિનેતા છે. હું તેનો ચાહક છું. સારાની અંદર ઘણી પ્રતિભા છે તેથી તે ભૂમિકા માટે યોગ્ય છે, તે તેને વધુ સારી રીતે કરશે.”
તેણે કહ્યું, “તે એક નવી જોડી છે અને આ જોડી ચોક્કસ તેમનો જાદુ દેખાડશે.”તેઓ ફિલ્મ માટે બાકીના કલાકારોને અંતિમ રૂપ આપી રહ્યા છે.
ફિલ્મની શરૂઆત આ વર્ષે નવેમ્બરમાં કરવામાં આવશે. નિર્માતાઓએ 2022 માં તેને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ તેની આગામી ફિલ્મ “સરદાર ઉધમ સિંહ” ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે, જે ઓક્ટોબરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
“કેદારનાથ”, “લવ આજ કલ” અને “કુલી નંબર 1” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સારા અલી ખાને આગામી વખત ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયની “અતરંગી રે” માં જોવા મળશે, જેમાં ધનુષ અને અક્ષય કુમાર તેના સાથી કલાકાર છે.