વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતને કારણે ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંત પછી, 93,000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાનના સૈનિકોએ ઢાકામાં ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. જે બીજા વિશ્વ યુદ્ધ પછીનું અત્યાર સુધીનું સૌથી મોટું સૈન્ય આત્મસમર્પણ હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય મહાનુભાવોએ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય વીર જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
16મી ડિસેમ્બરને સમગ્ર દેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971ના યુદ્ધમાં લગભગ 3,900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે 9,851 ઘાયલ થયા હતા. 17 ડિસેમ્બરના રોજ, પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની દળોના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ભારતના પૂર્વ લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યા પછી 93,000 પાકિસ્તાની સૈનિકોને યુદ્ધ કેદી તરીકે લેવામાં આવ્યા હતા. આ દિવસે પાકિસ્તાનથી બાંગ્લાદેશ મુક્ત થયો હતો.જેથી આજના દિવસને બાંગ્લાદેશ મુક્તિ દિવસ પણ કહેવામાં આવે છે. કોલકાતામાં વર્ષ 1971 માં ભારત પાકિસ્તાના યુદ્ધના ઐતિહાસિક વિજયના 52 વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીના આર્મી હાઉસમાં આયોજીત સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે વિજય દિવસ પર સેનાના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શહીદોને સલામી આપી હતી. કમાન્ડ હેડક્વાર્ટરની સાથે સેનાના ચૌદ, પંદર અને સોળ કોર્પ્સ હેડક્વાર્ટરના યુદ્ધ સ્મારકો પર પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સેનાના વેસ્ટર્ન કમાન્ડના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના ટાઇગર ડિવિઝન પણ શનિવારે વિજય દિવસ પર જમ્મુમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમય દરમિયાન, ટાઇગર ડિવિઝનના GOC મેજર જનરલ ગૌરવ ગૌતમ જમ્મુ શહેરમાં બલિદાન સ્તંભ પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
(Photo-File)