Site icon Revoi.in

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર ઉજવણી કરતા જોવા મળે છે. આ વીડિયો ઓટારિયોના મિસિસોગાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતમાં આતંકવાદ મચાવતા ખાલીસ્તાનીઓને લઈને ટ્રુડો સોફ્ટ કોર્નર ધરાવતા હોવાનું જગજાહેર છે, ત્યારે હવે ઉઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈને કેનેડાના માર્ગો ઉપર ઉજવણીનો વીડિયો સામે આવતા ટ્રુડોની કામગીરીને લઈને રાજકીય વિશલેષકો સવારો કરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલ ઉપર શનિવારે હમાસે હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 700 જેટલા લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2000 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. બીજી તરફ ઈઝરાયલની સેનાએ આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેનેડાના મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે વાહનો ઉપર સુત્રોચ્ચાર કરતા જોવા મળે છે. માત્ર કેનેડા જ નહીં સ્વીડેન, જર્મની અને તુર્કીમાં પણ હમાસે કરેલા હુમલાની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા ઉપર ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈને નિંદા કરતી પોસ્ટ કરી છે. તેમજ કહ્યું છે કે, અમે ઇઝરાયલ સાથે ઉભા છીએ અને તેમને અમારુ સમર્થન છે. અમે ઈઝરાયલના ફોટોગ્રાફ જોયા જે ભયાનક અને ચોંકાવનારા છે. અમે બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માંગણી કરીએ છીએ.  તેમજ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળ કાર્યવાહી કરવાની પણ ટ્રુડોએ માંગણી કરી છે. દરમિયાન, કેનેડિયન પીએમ ટ્રુડોએ યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે ઈઝરાયેલ-હમાસ વિવાદ પર પણ ચર્ચા થઈ હતી, જેમાં તેમણે નાગરિક જીવનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.