ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના તણાવ વચ્ચે 10 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ, દિલ ધ્રુજાવી નાખે તેવી કહી વાત
- ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ
- બાળકોના જીવ છે જોખમમાં
- 10 વર્ષની બાળકીનો વીડિયો થયો વાયરલ
દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. બંન્ને દેશો એકબીજા પર હૂમલાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયમાં એવા વીડિયો પણ વાયરલ થયા છે જેને જોઈને લાગશે કે બે દેશની લડાઈમાં આ માસૂમ નિર્દોશ લોકોનો શુ વાંક? આવો જ એક બીજો વીડિયો નેટ પર વાયરલ થયો છે જેમાં એક 10 વર્ષની બાળકી ત્યાંની સ્થિતિને દર્શાવી રહી છે.
બાળકી વીડિયોમાં કહી રહી છે કે તે 10 વર્ષની છે. બે દેશોની લડાઈમાં તે શું કરી શકે. તે બાળકી વીડિયોમાં તે પણ કહે છે કે તેને મોટા થઈને ડોક્ટર બનવુ છે. બે દેશની લડાઈથી તે ડરી ગઈ છે.
"I don't know what to do."
A 10-year-old Palestinian girl breaks down while talking to MEE after Israeli air strikes destroyed her neighbour's house, killing 8 children and 2 women#Gaza #Palestine #Israel pic.twitter.com/PWXsS032F5
— Middle East Eye (@MiddleEastEye) May 15, 2021
મહત્વનું છે કે વીડિયોમાં તે બાળકી ક્યાંની છે ઈઝરાયલની કે પેલેસ્ટાઈનની.. તેના વિશે કોઈ પાક્કી જાણ થઈ નથી. પણ બે દેશની લડાઈમાં કેટલાક નિર્દોશ લોકો અને બાળકો હોમાઈ જવાની સંભાવના છે. હાલ તમામ લોકો માટે તે વાત પર પ્રતિક્રિયા આપવી સામાન્ય વાત હશે કે કયા દેશને શું કરવુ જોઈએ. પણ આ જગ્યા પર પોતાની 10 વર્ષની દિકરીને રાખીને જોશો તો કદાચ જવાબ મળી જશે.
થોડા દિવસ પહેલા પણ એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પિતા એની 3-4 મહિનાના બાળકને લઈને દિવાલની પાછળ છુપાયેલો જોવા મળે છે. બે દેશો વચ્ચે થઈ રહેલા રોકેટમારાથી તે પિતા પણ ગભરાઈ ગયેલો જોવા મળે છે.
વિશ્વમાં હાલ તમામ દેશો કોઈની અને કોઈની સાથે લડી રહ્યા છે અને તણાવ પણ ચાલી રહ્યા છે. પણ કોઈ પણ સમસ્યાનું નિવારણ નિર્દોશ લોકોના જીવથી તો ના આવવુ જોઈએ.