ઐશ્વર્યા બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કરનાર પ્રશંસકને અભિષેકે આપેલા જવાબનો વીડિયો વાયરલ
દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનો વર્ષ 2010ના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેમાં એક પ્રશંસકે ઐશ્વર્યા રાયને લગ્ન માટે પ્રપોઝ કરતું પ્લેયકાર્ડ બતાવ્યું હતું. તે સમયે અભિષેકએ આગવા અંદાજમાં પ્રશંસકને આપેલા જવાબને લોકો પસંદ કરી રહ્યાં છે.
https://www.instagram.com/p/COAlJM-hEPm/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પુત્ર અને ફિલ્મ અભિનેતા અભિષેકનું સેન્સ ઓફ હ્યુમર કેટલું જબરદસ્ત છે તે આપણને અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર જોઈ શકીએ છીએ. કોઈ પણ તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે તો તેઓ વળતો જવાબ આપીને તેની બોલતી બંધ કરી દે છે. આવુ જ કંઈક થયું હતું. કાન્સ દરમિયાન, જ્યારે એક પ્રશંસકે અચાનક અશ્વર્યાને પ્રયોઝ કર્યું. આ સમયે લોકોની નજીક અભિષેક ઉપર હતી કે તેઓ આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 2010ના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો છે. જ્યારે રેડ કાર્પેટ ઉપર અભિષેક અને અશ્વર્યાએ પ્રવેશ કર્યો હતો. બંને પોતાના પ્રશંસકોનું અભિવાદન કરતા હતા. આ દરમિયાન દર્શકોમાંથી એક ચાહક હાથમાં પ્લેયકાર્ડ લઈને નજીક આવ્યો હતો. એશ અને અભિષેક બચ્ચનનું પણ તેની ઉપર ધ્યાન ગયું હતું. કાર્ડ ઉપર ‘Marry Me’ લખ્યું હતું. અભિનેત્રીએ પ્રશંસકને જોઈને અભિવાદન કર્યું હતું.
આ વીડિયોમાં મજેદાર વાત અભિનેતાએ ચાહકને આપેલો જવાબ, અભિષેક બચ્ચને એશ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, તેણે મારી સાથે લગ્ન કરી લીધા છે. ત્યાર બાદ અભિનેતા હસી પડ્યાં હતા. અભિષેકના આ જવાબને હાલ તેમના પ્રશસકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તેમજ આ વાયરલ વીડિયો ઉપર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અભિષેક અને અશ્વર્યાએ વર્ષ 2007માં લગ્ન કર્યાં હતા. તેમજ 2011માં તેમના ઘરે આરાધ્યા બચ્ચનનો જન્મ થયો હતો.
તાજેતરમાં અભિષેકના એક પ્રશંસકે તેમની તુલના પિતા અમિતાભ બચ્ચન સાથે કરીને ટ્વીટ કર્યું હતું કે, ધ બિગ બુલ ફિલ્મ જોઈને મને એવુ લાગે છે કે આપ બીગ-બી કરતા પણ સારા અભિનેતા છો. અભિષેકએ પ્રશંસકનો આભાર માનીને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનથી સારુ કોઈ હોઈ ના શકે.