નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી છે. તેમજ દુનિયાના ટોપના પાવરફુલ નેતાઓમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. બીજી તરફ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની જનતા ભારત પાસેથી મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા પાકિસ્તાનના યુવાનનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની યુવાને પોતાના દેશની સ્થિતિ અંગે ગુસ્સો વક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, અમારે શરીફ અને ઈમરાનખાન નથી જોઈતા, અમને નરન્દ્ર મોદી જોઈએ છીએ. યુવાને વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પીએમ હોત તો અમે પણ સારી કિંમતે માલસામાનનો વેપાર કરી શક્યા હોત.
😂😂😂
पाकिस्तान वाले मांग रहे हैं कि या अल्लाह हमारे पर हुकूमत करने को मूंदी दे दे…
जो हमारे मुल्क के टेढ़ों को सीधा कर सके…ना इमरान चाहिये, ना बेनज़ीर चाहिये, ना मुशर्रफ चाहिये… बस मूंदी दे दो!
मूंदी = मोदी pic.twitter.com/7i1y1N6mIu
— Nisheeth Sharan (@nisheethsharan) February 23, 2023
‘પાકિસ્તાન સે ઝિંદા ભાગો ચાહે ઈન્ડિયા ચલે જા’ના નારા કેમ લગાવવામાં આવે છે તે અંગે પૂછવામાં આવતા યુવાને કહ્યું હતું કે, કાશ હું પાકિસ્તાનમાં જન્મ્યો ન હોત અથવા કાશ ભારત અને પાકિસ્તાનના ભાગલા ન થયા હોત. “જો પાકિસ્તાન અને ભારતનું વિભાજન ન થયું હોત તો આપણે પણ ટામેટાં 20 રૂપિયે કિલો, ચિકન રૂ. 150 પ્રતિ કિલો અને પેટ્રોલ 50 રૂપિયે લીટરના ભાવે ખરીદતા હોત.” હકીકત એ છે કે આપણે ઇસ્લામિક દેશમાં આવ્યા છીએ પરંતુ અહીં ઇસ્લામ સ્થાપિત કરી શક્યા નથી.
પાકિસ્તાની યુવકે કહ્યું કે, જો અમારી પાસે પણ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન હોત તો દેશની સ્થિતિ આવી ન હોત. “મોદી ખૂબ સારા નેતા છે અને તેમનો આખો દેશ તેમને સમર્થન આપે છે. જો અમારી પાસે નરેન્દ્ર મોદી હોત તો અમને નવાઝ શરીફ, બેનઝીર, ઈમરાન ખાન અને જનરલ પરવેઝ મુશર્રફની જરૂર ન પડી હોત. અમને ફક્ત પીએમ મોદીની જરૂર છે, કારણ કે માત્ર તે જ દેશને આવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છે.”
પાકિસ્તાની યુવકે વધુમાં કહ્યું કે, “હું મોદીના શાસનમાં જીવવા માંગુ છું. મોદી એક મહાન વ્યક્તિ છે, તે બિલકુલ ખરાબ વ્યક્તિ નથી. આજે તમામ ભારતીયો ટામેટાં અને ચિકન ખૂબ જ સાધારણ ભાવે ખરીદે છે. જ્યારે તમે રાત્રે જાગો છો. તમારા બાળકો સાથે જો તમે તેને ખવડાવ્યા વિના સૂવા માટે દબાણ કરો છો, તો આવી સ્થિતિમાં તમે તમારા દેશને બરબાદ કરવાનું શરૂ કરો છો.” પીએમ મોદીના વખાણ કરતા પાકિસ્તાની યુવકે કહ્યું, “હું પ્રાર્થના કરું છું કે મોદી આપણને મળે અને તેઓ આખા દેશ પર શાસન કરતા રહે. પાકિસ્તાન અને ભારતની સરખામણી કરવાનું બંધ કરો, કારણ કે બંને દેશો વચ્ચે સરખામણી જેવું કંઈ નથી.”