Site icon Revoi.in

સિનિયર સિટીઝન દંપતિના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલઃ લોકો કરી રહ્યાં છે પસંદ

Social Share

અમદાવાદઃ કહેવાય છે કે, લગ્ન માત્ર જન્મ માટે નહીં પરંતુ સાત જન્મનો સંબંધ હોય છે. કંઈક આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિનિયર સિટીઝન દંપતી વર્ષો બાદ ફરીથી લગ્ન કરતા જોવા મળે છે. આ દંપતિના લગ્નમાં તેમના પરિવારના પૌત્ર અને દોહિત્ર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. બંનેના ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોને ત્યાર સુધીમાં 30 હજારથી વધારે લોકને નીહાળ્યો છે. તેમજ તેને પસંદ કરીને વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.

https://www.instagram.com/p/CRGTmHrl32k/

સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં એક સિનિયર સિઝીઝન દંપતિ સ્ટેજ પર ઉપર એકબીજાને વરમાળા પહેરાવતા નજરે પડે છે. આ વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. એવુ મનાઈ રહ્યું છે. દંપતિ લગ્નની 50મી વર્ષગાંઠ એટલે કે ગોલ્ડ જ્યુબલીની ઉજવણી કરી રહ્યું છે. દુલ્હન બનેલી મહિલા એકદમ યુવાન લાગતી હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ જાય છે. જો 50 વર્ષ બાદ પરિવાર દ્વારા ફરીથી લગ્ન કરાવવામાં આવે તો ઉત્સાહ બમણો થઈ જાય છે. આ દંપતિ પાસે 50 વર્ષના લગ્નગાળાના અનેક ખુશીના પ્રસંગ્રો જોડાયેલા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો આરૂષી રાજપુત દ્વારા શેયર કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોને જોયો છે અને પસંદ કર્યો છે.