Site icon Revoi.in

સિદ્ધાર્થ શુક્લાના મોત પર શહનાઝ ગિલના મીડિયા કવરેઝને લઈને સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓએ નારાજગી વ્યક્ત કરી

Social Share

મુંબઈઃ માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે મોતને ભએટનાર જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મોતથી સૌ કોઈ દુખી છે, બોલિવૂડ અને ટેલીવૂડ જગતમાં તેમના મોતને લઈને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા ટીવી સ્ટાર્સે તેની ખાસ નજીકની મિત્ર શહનાઝ ગિલ અંગે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના મીડિયા કવરેજ પર સખત નારાજગી વ્યક્ત કરી છે.

તેનું કારણ એ છે કે,આવી કપરી સ્થિતિમાં જે રીતે શહનાઝ ગિલને મીડિયા દ્રારા કવરેજ અપાયું છે તેને જોઈને દરેક લોકો ટીકા કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં શહેનાઝ ગિલની હાલત ખૂબ ખબરા અને દુખી જોવા મળી હતી.

આ મામલે અભિનેત્રી ગૌહર ખાન, ઝરીન ખાન, સુયશ રાય અને દિશા પરમારે અસંવેદનશીલતાનો આક્ષેપ કરીને પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર જતાવી હતી. સિદ્ધાર્થના મૃત્યુ પછી સતત મીડિયા કવરેજ કરી રહ્યું છે. આ બાબત સાથે સંકળાયેલા દરેક જણ સાથે વાત કરવામાં આવી રહી છે, પરંતુ અંતિમવિધિ સમયે ફોટા અને વીડિયો માટે મીડિયાની મોટી હાજરી પણ હતી.

જ્યારે શહેનાઝ ગિલ અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ પહોંચી ત્યારે સમગ્ર મીડિયા તેને ઘેરી વળ્યું હતું, તે પણ એવી સ્થિતિમાં કે જ્યારે તેની હાલત ખરાબ અને તે દુખી હતી.આ સ્થિતિમાં મીડિયા કર્મચારીઓ અને ફોટોગ્રાફરોએ તેમની કારને ઘેરી લીધી હતી. આ પછી, શહેનાઝને કારમાંથી બહાર નીકળવા અને સ્મશાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

ગૌહર ખાન – ગૌહર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “આ શરમજનક છે! મીડિયા હાઉસને આ પ્રકારના કવરેજથી શરમ આવવી જોઈએ. જ્યારે કોઈએ પોતાનું કોઈ ગુમાવ્યું હોય ત્યારે આપણે શરમથી માથું લટકાવી લેવું જોઈએ! શરમજનક, ખૂબ શરમજનક. બધા મીડિયા હાઉસ જઈ રહ્યા છે. દુર્ઘટનાને સનસનાટીભર્યા બનાવો. “બીજી વાર્તામાં ગૌહર ખાને લખ્યું કે ” કેમેરા સામે પોઝ આપવા માટે માસ્ક ઉતારનારા અભિનેતાઓ/સેલિબ્રિટીઓએ શરમથી માથું નમાવવું જોઈએ.

સુયશ રાય-  બિગ બોસમાં ભાગ લેનાર અને કિશ્વર મર્ચન્ટના પતિ સુયશ રાયે પણ સિદ્ધાર્થના મૃત્યુ પર મીડિયા કવરેજ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “મહેરબાની કરીને! પ્રિય મીડિયા … તે ખૂબ જ સરસ છે કે તમે અમારી ઘટનાઓ અને ખુશીનો એક ભાગ છો. હું ખરેખર ખુશ છું અને તેના વિશે સારું અનુભવું છું. પરંતુ આજના દિવસ માટે જ્યારે કોઈએ પોતાના કોઈને ગુમાવી દીધો છે … તમારે  તેને એમજ રહેવા દેવું જોઈએ, …. તેમને તેમના પોતાનામાં રહેવા દો અને તેમને સમય આપો … તેમને તેમના પ્રિયને છેલ્લી વખત શાંતિથી બાય કહેવા દો. તેમને કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોઈને દુઃખ થયું.

ઝરીન ખાન – અભિનેત્રી ઝરીન ખાને તેની રીલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને શહેનાઝ અને પાપારાઝીના મીડિયા કવરેજ પર નારાજગી વ્યક્ત કરી હતી જેના કારણે તેને કારમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. તેણે લખ્યું, “મીડિયાને શું સમસ્યા છે? એક પરેશાન છોકરી જે પહેલાથી જ ઘણું બધુ સહન  કરી રહી છે અને તમે આવા સમયે તેની સાથે આ રીતે વર્તન કરી રહ્યા છો. ફક્ત કેટલાક વિશિષ્ટ કવરેજ અને તમારા પોતાના લાભ માટે. માનવીઓ આટલા ક્રૂર કેમ બને છે?