Site icon Revoi.in

દર્શકો ફરી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને થીયેટરમાં નિહાળી શકશે, જાણો કેમ રી-રીઝીલ થઈ રહી છે ફિલ્મ

Social Share

મુંબઈઃ વર્ષ 2022માં દર્શકોએ ખુબ પસંદ કરેલી હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર વિવેદ અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને લઈને જણાવ્યું હતું કે, આ ફિલ્મને ઓસ્કર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જે દર્શકોએ આ ફિલ્મ નથી જોઈ શક્યાં તે ફરીથી જોઈ શકે આ ફિલ્મને સિનેમાગૃહોમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.

વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા ઉપર ફિલ્મનું પોસ્ટર જાહેર કરીને જણાવ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ફરી એકવાર 19મી જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે. આ દિવસ કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસથી ઓળખાય છે. આ પહેલીવાર છે કે એકની એક ફિલ્મ વર્ષમાં બીજી વખત રિલીઝ થઈ રહી છે. જો તમે મોટા પડદા ઉપર ફિલ્મ જોવાનું ચુકી ગયા છો તમે જોઈ શકશો.

જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે પણ ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતોની હિજરતના 33 વર્ષ પુરા થઈ રહ્યાં છે, અને પબ્લિક ડિમાન્ડને કારણે આ ફિલ્મને ફરી એકવાર રિલીઝ કરવામાં આવી રહી છે. મૃતક કાશ્મીરી પંડિતોને શ્રદ્ધાંજલી આપવા માટે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ જરૂર દેખજો.

90ના દાયકા ઉપર કાશ્મીરમાં વસવાટ કરતા પંડિતો ઉપર કટ્ટરપંથીઓએ આચરેલા અત્યાચાર અને ત્યાર બાદ પંડિતોની હિજરત અને તેમની પરિસ્થિતિને દર્શાવતી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને દર્શકોએ ખુબ પંસદ કરી હતી. એટલું જ નહીં વિવેચકોએ પણ ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મમાં નેશનલ એવોર્ડ મેળનાર જાણીતા અભિનેતા મિથુન ચક્રવતી, અનુપમ ખેર અને પલ્લવી જોશી સહિતના કલાકારોએ અભિનય કર્યો છે.