Site icon Revoi.in

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

Social Share

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી સિબ્બલને PPBLના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમનો સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (One 97 Communications Limited (OCL) એ કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (Paytm Payments Bank Limited (PPBL) એ તેના બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. “વિજય શેખર શર્માએ પણ આ ફેરફારના ભાગરૂપે પેટીએમ પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. PPBL એ અમને જાણ કરી છે કે તેઓ નવા ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરશે,” OCL એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

નિવૃત્ત IAS અધિકારી દેબેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી સિબ્બલને નવા રચાયેલા બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ તાજેતરમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે જોડાયા છે.

Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડ મેમ્બર તરીકે તેમની નિમણૂક પર, શ્રીનિવાસન શ્રીધરે કહ્યું, ‘હું બેંકની અનુપાલન સેવાઓની શ્રેણીને વિસ્તારવા માટે મારી વ્યાપક બેંકિંગ કુશળતાનો ઉપયોગ કરવા માટે સમર્પિત છું. PPBL એક મોડેલ બેંક બને તે સુનિશ્ચિત કરવાનો મારો હેતુ છે.