1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિજ્યા દશમી પર્વઃ હર્ષ સંધવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કર્યું
વિજ્યા દશમી પર્વઃ હર્ષ સંધવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કર્યું

વિજ્યા દશમી પર્વઃ હર્ષ સંધવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કર્યું

0
Social Share

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું. 

તેમણે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જણાવી રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, જોઈન્ટ પોલીસ કમિશનર(ટ્રાફિક)શ્રી એચ. આર. ચૌધરી એડિશનલ પો. કમિશનર(ક્રાઈમ) શરદ સિંઘલ, એડિશનલ પો. કમિશનર(સેક્ટર 1) કે.એન. ડામોર સહિત તમામ ડી.સી.પી., એ.સી.પી.ઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજ્યાદશમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત અનેક સ્થળો ઉપર યજ્ઞ અને હવન યોજાયા હતા. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળો ઉપર રાવણના પૂતળાના દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના પર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આવી જ રીતે અંબાજીમાં પણ નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code