Site icon Revoi.in

આવતીકાલે વિજયા દશમી:રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 60 ફુટના રાવણના પુતળાનું દહન કરાશે

Social Share

રાજકોટ:આવતીકાલે વિજ્યાદશમીનો મહાપર્વ છે.ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 કલાકે 60 ફુટના રાવણનું જ્યારે કુંભકર્ણ – મેધનાદના 30 ફુટના પૂતળાનું દહન કરવામાં આવશે.વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉંચામાં ઉંચા રાક્ષસના પુતળાઓને બનાવવાની તૈયારીઓનો આરંભ થઈ ચુકયો છે

રાજકોટમાં આ સાથે લેસર શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.આતશબાજી અને લેસર શો નું કોમ્બિનેશન આ લેસર શો માં પ્રત્યક્ષ જોવા મળશે.હાલ આ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વિજયાદશમી નો પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજય..ત્યારે રાજકોટ શહેરમાં આ પર્વની બે વર્ષ બાદ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.