રાજ્યના નવા પોલીસ વડા બન્યાં વિકાસ સહાય
અમદાવાદઃ ગુજરાતના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યના પૂર્વ ડીઆઈજી આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યાં હતા. જો કે, સરકારે લંબાણપૂર્વકની વિચારણા બાદ વિકાસ સહાયને જ કાયમી ડીજીપી બનાવવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા તાજેતરમાં જ નિપૃત્ત થયાં હતા. જેથી સરકારે કાયમી ડીજીપીની નિમણુંકને બદલે આઈપીએસ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યાં હતા. વર્ષ 1989 બેચના વિકાસ સહાય ઉપર અન્ય ઉચ્ચ અધિકારીઓના નામની રાજ્યના પોલીસ વડા તરીકે ચર્ચાયાં હતા. ડીજીપીની પસંદગી માટે બેઠક મળી હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ સરકાર દ્વારા વિકાસ સહાયને જ કાયમી ડીજીપી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આમ હવે વિકાસ સહાય રાજ્યના નવા પોલીસ વડા બન્યાં છે.