Site icon Revoi.in

રિપબ્લિક ટીવીના પ્રાઈમ ટાઈમ એન્કર વિકાસ શર્માનું ઓચિંતું નિધન,અચાનક નિધનથી સ્તબ્ધ થયું મીડિયા જગત

Social Share

રિપબ્લિક ભારત ટીવીના જાણીતા એન્કર વિકાસ શર્માનું ગુરુવારે નિધન થયું હતું. તે છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા અને ગુરુવારે સાંજે હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. રિપોર્ટ મુજબ, વિકાસ શર્મા તાવનો શિકાર બન્યા હતા. થોડા દિવસો પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ તેણે કોરોનાને મ્હાત આપી દીધી હતી.

વિકાસ શર્મા રાત્રે 9 વાગ્યે ‘યે ભારત કી બાત હૈ’ શો ને રજૂ કરતા હતા. રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અર્નબે કહ્યું કે, આ તેના ન્યૂઝ નેટવર્ક માટે મોટું નુકસાન છે. વિકાસની એન્કરિંગનો અલગ જ અંદાજ હતો અને વિશ્વાસ નથી આવતો કે હવે વિકાસ આપણી વચ્ચે નથી રહ્યા.

અર્નબ ગોસ્વામીએ કહ્યું કે, વિકાસ જમીન સાથે જોડાયેલ એન્કર હતા, આ સાથે તે ખૂબ જ ટેલેન્ટેડ પણ હતા. વિકાસ શર્માના નિધન પર અનેક જાણીતી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મમેકર અશોક પંડિત, ધારાસભ્ય અભિજીતસિંહ સાંગા, ભાજપના ધારાસભ્ય દિનેશ ચૌધરી વગેરેએ ટવિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

35 વર્ષીય વિકાસ શર્મા કાનપુરના રહેવાસી હતા. નોઇડાના કૈલાસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. વિકાસના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

-દેવાંશી