Site icon Revoi.in

ભણવા માટે એક ગામડાની વિદ્યાર્થીનીનો સંઘર્ષ,નેટવર્કના કારણે  પુલ પર બેસીને ભણવા મજબૂર

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ જાણે લોકોનું જીવન જ બદલી નાખ્યું છે, શિક્ષણ ઓનલાઈન બન્યું છે, અનેક વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન ભણી રહ્યા છે પરંતુ શરેહોની વાત અલગ છે, પણ જો ગામડામાં જ્યારે ઓનલાઈન ભણવાની વાત આવે તો વિદ્યાર્થીઓને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે, તે કદાચ આપણી કલ્પનાની બહારની વાત છે, કારણ કે દેશના કેટલાક અંતરીયાળ ગામો એવા પણ છે કે, જ્યા હાલ પણ નેટવર્ક મેળવવા માટે ઘરથી દૂર ફોન લઈને રખડવું પડતું હોય છે.

આજે આપણે વાત કરીશું તેલંગણા રાજ્યના એક એવા અંતરીયાળ ગામની  આદિવાસી સમાજની દિકરી સરસ્વતીની , કે જે ભણવા માટે ઘરથી કોસો દૂર જાય છે અને ઓનલાઈન શિક્ષણ મેળવે છે,આમ તો તેનું નામ જ છે સરસ્વતી, એટલે કે જ્ઞાનનો ભંડાર,

હાલ સરસ્વતી મંચેરલ જિલ્લાના તંદૂર મંડલમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરી રહી છે,તેલંગાણાના આસિફાબાદ જિલ્લામાં થિરયાની મંડલ હેઠળ આવનારી મોરીગુડા ગામમાં સરસ્વતી પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહી છે. આ વિદ્યાર્થીને આપણે દરરોજ ગામના છેડે આવેલા એક પુલ પર બેસીને અભ્યાસ કરતી જોઈ શકીશું, જી હા, કારણ કે  હવે શાળામાં ઓનલાઇન ક્લાસ હોવાથી નેટવર્કને મેળવવા માટે તેણે ઘરથી દૂર આવવું પડે છે.

ગામની દરેક જગ્યાએ ઈન્ટરનેટ કનેક્શન પકડાતું  હોતું નથી જેથી કરીને સરસ્વતી ક્લાસ અટેન કરવા આ પુલ પર આવીને પોતાનો ફોન લઈને બેસી જાય છે, તેની આ ભણવાની ઢગસ સૌ કોઈને આશ્ચર્ય કરે છે.

સરસ્વતીને અભ્યાસ અર્થે તેના પિતાની મદદ મળી રહે છે તેઓ દરરોજ તેમની પુત્રીને આ સ્થાને લઈ આવે છે, પિતા ભગવંત રાવનો તેને સપ્રોટ મળી રહે છે, તેની  શાળા ઘરથી 5 કિલોમીટરની દૂરી પર આવેલી  છે.જો કે કોરોનાના કારણે હાલ અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે.

એક સર્વે પ્રમાણે 41 ટકા લોકો એવા છે કે જમના ઘરે 5 થી 18 વર્ષની ઉમંરના બાળકો અભ્યાસ કરતા હોય તેમણે જણાવ્યું છે કે, પોતાના બાળકોએ ઓનલાઇન પ્લેટફોર્મથી ક્લાસ અટેન કર્યા છે. આ આંકડા દેશના પૂર્વી વિસ્તારમાં સૌથી વધારે 67 ટકા જોવા મળે છે. ત્યારબાદ પશ્વિમ 49 ટકા, દક્ષિણ 38 ટકા અને ઉત્તર 35 ટકા જોવા મળે છે. 77 ટકા લોકોનું કહેવું  છે કે લોકડાઉનના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે.

સાહિન-