- વડોદરામાં બની વિમાની રેસ્ટોરેન્ટ
- ખાવા-પીવાના શોખીન લોકોને જલસા
- ગુજરાતની પહેલી આ પ્રકારની રેસ્ટોરેન્ટ
વડોદરામાં ગુજરાતની પ્રથમ વિમાની રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. લગભગ અઢી કરોડના ખર્ચે વિમાની રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરેન્ટની રચના એવી રીતે કરવામાં આવી છે કે તેમાં વિમાનની પાંખ પર બેસીને પણ જમી શકાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને પ્લેનમાં બેઠા હોય તેવા આભાસ સાથે જમવાનો લ્હાવો આપી શકાય તેવા આશયથી રેસ્ટોરન્ટ ઉભી કરાઈ છે.
જાણકારી અનુસાર એરબસ 23ને સ્ક્રેપમાં રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવી છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ દુનિયાની 9મી, દેશની 4થી અને ગુજરાતની પહેલી રેસ્ટોરન્ટ છે. આ અનોખું એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જો વાત કરવામાં આવે ભારતની તો વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે. હાલ વિશ્વનાં 8 એવાં શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વનાં વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે.
ઉલ્લેખનીય છે કે આ રેસ્ટોરન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું.