પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરાઈ !
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. આખો દેશ વિનેશ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખતો હતો અને તે આજે મોડી રાત્રે તેની ગોલ્ડ મેચ રમવાની હતી, પરંતુ હવે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. ફોગાટને 50 કિગ્રા વર્ગમાં તેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન 100 ગ્રામ વધારે છે. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી છે. જો કે ભારતે આ નિર્ણય સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે તે આજે તેની અંતિમ મેચ રમી શકશે નહીં. નિયમો અનુસાર અયોગ્ય જાહેર થયા બાદ હવે રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. મતલબ કે ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. ફાઇનલમાં પહોંચવા છતાં, ગોલ્ડ મેળવવાની વાત છોડી દો, હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે. તેવુ ચર્ચાય રહ્યું છે.