Site icon Revoi.in

ભારત પરત પહોંચી વિનેશ ફોગાટ, એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

Social Share

નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટ એરપોર્ટ પર પહોંચી ત્યારે દેશવાસીઓનો પ્રેમ મેળવીને ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ સરી પડ્યાં હતા. દેશવાસીઓનો પ્રેમ જોઈને ભાવુક થયેલી વિનેશએ તમામનો આભાર માન્યો હતો.

ભારતીય ખેલાડી વિનશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ પર ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે વિનેશનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વિનેશ હવે દિલ્હીથી તેના ગામ બલાલી જશે. દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટથી વિનેશના ઘરે પરત ફરવા માટે તેના ગામ બલાલી સુધી તેના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. વિનેશ પરત ફરતા પહેલા તેના ભાઈ હરિન્દર સિંહે કહ્યું હતું કે, કુસ્તી અને આ રમતને પસંદ કરતા તમામ લોકો એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે.

વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટે તેની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માંગ કરી કે તેણીને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે, સીએએસે સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી.

#VineshPhogat, #GrandWelcome, #AirportWelcome, #ParisOlympics, #IndianAthlete, #WrestlingChampion, #Homecoming, #HeroineReturn, #VineshPhogatWelcome, #IndiaWelcomesVinesh, #Olympics, #Sports, #IndiaSports, #Wrestling, #IndianWrestler, #Paris2024, #OlympicSpirit, #AthleteWelcome, #IndianPride