Site icon Revoi.in

શુક્ર કરશે શનિની રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે મોટી રાહત

Social Share

શુક્ર પ્રેમ, સુંદરતા અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાય છે. શુક્ર હાલમાં મકર રાશિમાં વિરાજમાન છે. તે પણ શનિની રાશિ જ છે. હવે શુક્ર થોડા દિવસોમાં કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર 7મી માર્ચે ગુરુવારે સવારે 10.55 પર કુંભ રાશિમાં  પ્રવેશ કરશે. તે 20 માર્ચ સુધી આ રાશિમાં જ વિરાજમાન રહેશે.

માનવામાં આવે છે કે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓના કિસ્મત ચમકે તેવી શક્યતા છે. આવો જાણીએ શનિની બીજી રાશિ કુંભમાં શુક્રના ગોજરતી કઈ રાશિઓના ભાગ્ય પલટાશે

 

વૃષભ રાશિ-

વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું કુંભમાં ગોચર બેહદ ફાયદાકારક ગણાય છે. કારોબારીઓ માટે સમય સારો રહેવાનો છે. નવી જોબ મળવાના યોગ છે. ધનનું આગમન થશે. આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરત છે. વેપારીઓ, કળા, મીડિયા અને ફિલ્મ લાઈન સાથે જોડાયેલા લોકોનો સમય શુભ રહેશે.

 

તુલા રાશિ-

1 વર્ષ બાદ શુક્રના કુંભમાં પ્રવેશથી તુલા રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. તમારી રાશિથી ચતુર્થ ભાવ પર શુક્ર સંચરણ કરશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. શુક્ર આ રાશિો જ સ્વામી છે.તેવામાં શુક્રના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ સારી રહેશે. યાત્રામાં લાભ હશે. સ્વાસ્થ્ય પણ પહેલાથી સારું રહેશે.

 

કુંભ રાશિ-

શુક્રના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે. લગ્નજીવનમાં રોમાંસ જળવાશે. ઘણો આત્મવિશ્વાસ મહસૂસ કરશો. સિંગલ લોકોને માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ધર્મકર્મમાં તમારી રુચિ વધશે. ભાગીદારીમાં પણ લાભ મળવાની સંભાવના છે.

 

(ડિસ્ક્લેમર: આ લેખમાં આવામાં આવેલી જાણકારી પર અમારો એ દાવો નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધારે જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)