ધોરણ 10 અને 12ના પરિણામોને નડ્યું ચૂંટણીનું વિધ્ન, હવે ચૂંટણી બાદ પરિણામો જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા હજુ પરિણામો જાહેર કરવાની તારીખ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી પંચની મંજુરી મળશે તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પરિણામોની તારીખ જાહેર કરાશે. અને અપ્રિલના બીજા-ત્રીજા અઠવાડિયામાં પરિણામો જાહેર થવાની શક્યતા છે.
ગુજરાત અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2014માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવાનું નક્કી કરાયું હતું તેના લીધે બોર્ડની પરીક્ષાની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને સમયસર કાર્ય પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેટાએન્ટ્રીનું કાર્ય શરૂ કરાયું હતું. જે પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. પરીક્ષા સમિતિની બેઠક મળવામાં પણ વિલંબ થયો હતો. હવે પરિણામો લગભગ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ ચૂંટણીને કારણે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂરી થઈ હતી. માર્ચ મહિનામાં ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 75 હજાર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડેટાએન્ટ્રીનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. જે પણ પૂર્ણ થઈ ગયું હતુ. સૌ પ્રથમ 12 સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.
બોર્ડના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ધોરણ 10 અને 12ના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહિ આવે. મતદાન બાદ જ પરિણામ જાહેર થશે. ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે.