સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ – ફેસબૂક પર 37 % અને ઈન્સ્ટા પર 86 % હિંસા અને ભડકાઉ પોસ્ટ વધી
- સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ
- ફેસબૂક અને ઈન્સ્ટા પર આ પ્રકારની પોસ્ટમાં થયો વધારો
દિલ્હીઃ દેશભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે હવે જે રીતે તેના સકારાત્મક પરિણામ આવે છે તે જ રીતે તેનો દૂર ઉપયોગ કરીને હિંસા પણ ફેલાવવાની ઘટના વધી છે.ખાસ કરીને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ હવે હિંસા ફેલાવવામાં મહત્વનો ફઆળઓ આપી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે નફરત અને હિંસા ફેલાવવાનું માધ્યમ બની ગયું છે. મુખ્ય સોશિયલ મીડિયા કંપની મેટાએ તેના બે પ્લેટફોર્મ પર આ પ્રકારની સામગ્રી પર નવો માસિક અહેવાલ રજૂ કર્યો છે.તેમાં આ બાબતે સામે આવી છે કે ફેસબુક પર ભડકાઉ સામગ્રીમાં 37.82 ટકાનો વધારો થયો છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 86 ટકાનો વધારો થયો છે.
છેલ્લા 2 મહિનામાં આ પ્રકારની પોસ્ટ વધી
સોશિયલ મીડિયાની હિંસા અને ભડકાઉ વાળી સામગ્આરીની જો વાત કરીએ તો આ સામગ્રી મે મહિનામાં પોસ્ટ કરવામાં આવી હતી. મોટાભાગની સામગ્રી મેટા કંપની દ્વારા જ ઓળખવામાં આવી હતી. ફેસબુક પર 53,200 નફરત ફેલાવતી સામગ્રી મળી આવી છે. એપ્રિલમાં આ સંખ્યા 38,600 હતી, એટલે કે મે મહિના કરતાં ઘણી ઓછી હતી. ઈન્સ્ટાગ્રામ પર આવી 77 હજાર સામગ્રી પકડાઈ છે. માર્ચમાં આ સંખ્યા માત્ર 41,300 હતી.જો યૂ ટ્યૂબની વાત કરવામાં આવે તો આ સાથે જ ભારતમાં યૂ ટ્યૂબ એ આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 11 લાખથી વધુ વીડિયો ડિલીટ કર્યા છે.