- મણીપુરમાં ફરી હિંસા
- એમ્બ્યુલન્સમાં આગ લગાવવાની ઘટના
- માતા પુત્ર સહીત ત્રણ લોકોના મોત
ઈમ્ફાલ- મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ફરી એક વખત ને મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાઓ એ હિંસા ફેલાવી હતી જેમાં એમ્બ્યુલન્સને સળગાવી દેવામાં આવી હતી.
આ ઘટનામાં એક આઠ વર્ષના બાળક, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે ઈરોઈસેમ્બા ખાતે બની હતી. ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં ગોળી વાગી હતી અને તેની માતા અને એક સંબંધી તેને ઇમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા જ્યા સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રવિવારે સાંજે 7 વાગ્યે હિંસક બનેલા ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ઘટનાસ્થળ અને આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે ટોન્સિંગ, એક આદિવાસીનો પુત્ર અને તેની માતા, મઇતી જાતિ, કાંગચુપમાં આસામ રાઇફલ્સ રાહત શિબિરમાં રોકાયા હતા. 4 જૂને સાંજે આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો અને બાળક કેમ્પમાં હોવા છતાં તેને ગોળી વાગી ગઈ હતી એટલે તેઓ હોસ્પિટલ માટે રવેના કરાયા હતા.
આ મામલે સૂત્રોએ જણાવ્યું, “આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઈમ્ફાલમાં પોલીસ સાથે વાત કરી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. માતા બહુમતી સમુદાયની હતી, તેથી બાળકને પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન, ઈમ્ફાલ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.” એમ્બ્યુલન્સને આસામ રાઈફલ્સના રક્ષણ હેઠળ થોડા કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી . એમ્બ્યલન્સમાં લઈ જતા સમયે અંદાજે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ ઇરોસેમ્બામાં એક એમ્બ્યુલન્સ રોકી અને તેને આગ લગાવી દીધી.
આ આગથી વાહનમાં સવાર ત્રણેય લોકોના મોત થયા હતા. કાકચિંગ વિસ્તારમાં કુકી સમુદાયના કેટલાક ગામોનો સમાવેશ થાય છે આ આગમાં ત્રણેય લોકોમાં માત્ર હાડકાઓ મળી આવ્યા હતા.પોલીસે એમ્બ્યુલન્સમાંથી મૃતદેહોના કેટલાક હાડકાં કબજે કર્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હિંસામાં સેંકડો લોકોના મોત થયા છે.
રવિવારે મહિલા ગોળીથી ઘાયલ થયેલા પુત્રને લઈને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ટોળાએ તેમને ઘેરી લીધા. પોલીસની ટીમ તેની સાથે હતી. ટોળાએ એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી હતી. એમ્બ્યુલન્સમાં મહિલા, તેનો પુત્ર અને તેના સંબંધી હતા જે આ આગમાં હોમાયા હતા.
ઉલ્લેખનીય છે કે 27 મેથી આ વિસ્તારમાં ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ હિંસક હિંસાએ વિકરાળ સ્વરુપ ઘાર કર્યું હતું.