- મણીપુરમાં ભડી ફરી હિંસા
- નેતાઓના ઘરમાં આગ આચંપવામાં આવી
- સુરક્ષાદળો પર ભીડનો હુમલો
ઈમ્ફાલઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજથી શરુ થયેલી હિંસા હજી સુધી અટકવાનું નામ નથી લઈ રહી , બે સમુદાયો વચ્ચે શરુ થયેલા પ્રદર્શન ઉગ્ર બનતા હિંસા ભડકી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિ કથળતા ગૃહમંત્રી અમિત શાહ પોતે રાજ્યની મુલાકાતે ગયા હતો જો કે અહી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી છે.
કુકી અને મીતેઈ સમુદાયના લોકો વચ્ચે હિંસા થઈ રહી છે. હિંસાની આ આગ મેઈતેઈ લોકોના અનામતને લઈને હાઈકોર્ટના નિર્ણય બાદ ભડકી છે. હાઈકોર્ટે સરકારને 10 વર્ષ જૂની ભલામણનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં મીતીને આદિજાતિમાં સમાવવાની વાત થઈ હતી. આ નિર્ણયના વિરોધમાં આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી, ત્યારબાદ હિંસા શરૂ થઈ હતી.જે હજી સુધી ચાલી રહી છે.
આ અગાઉ શુક્રવારે કેન્દ્રીય મંત્રીના ઘર પર ભીડે આગ ચાંપી હતી ત્યારે હવે શુક્રવાર-શનિવારનીમધરાત્રીએ મણિપુરમાં ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ બની હતી. ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ દળ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.
200-300 લોકોના ટોળાએ સિંજેમાઈ સ્થિત બીજેપી કાર્યાલયને મધરાત બાદ ઘેરી લીધું હતું. સેનાના જવાનોએ ભીડને હટાવી હતી. પશ્ચિમ ઇમ્ફાલમાં મધ્યરાત્રિએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અધિકારી મયમ શારદા દેવીના ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ભાજપના નેતાના ઘરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના, આસામ રાઇફલ્સ અને મણિપુર રેપિડ એક્શન ફોર્સ એ તોફાનીઓને ભેગા થતા રોકવા માટે ઇમ્ફાલમાં મધરાત સુધી સંયુક્ત કૂચ કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 1,000 લોકોના ટોળાએ મહેલ સંકુલની નજીક આવેલી ઇમારતોને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરએએફએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડી હતી. તેમણે જણાવ્યું કે ઈમ્ફાલમાં ટોળાએ ધારાસભ્ય બિસ્વજીતના ઘરને પણ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરએએફની ટુકડીએ ભીડને વિખેરી નાખી હતી.
ઈમ્ફાલમાં ટોળાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓના ઘરોને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈથી આખી રાત ગોળીબાર થયાના અહેવાલો છે. લૂંટનો પ્રયાસ ઇમ્ફાલ પશ્ચિમના ઇરિંગબામ પોલીસ સ્ટેશનમાં થયો હતો, તેઓએ જણાવ્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન કોઈ હથિયારની ચોરી થઈ નથી.
આ સહીત એડવાન્સ હોસ્પિટલ પાસે પેલેસ કમ્પાઉન્ડમાં આગચંપીનો પ્રયાસ કરાયો હતો. લગભગ 1000 લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને તોડફોડ અને આગચંપીનો પ્રયાસ કર્યો. આરએએફએ ટીયરગેસ અને રબરની ગોળીઓ છોડીને ભીડને વિખેરી નાખી હતી.