Site icon Revoi.in

મણીપુરમાં આદિવાસી આંદોલન વખતે હિંસા ફાટી નીકળી, 8 જીલ્લાઓમાં કર્ફ્યૂ લાગુ

Social Share

મણીપુર- વિતેલા દિવસને બુધવારે મણીપુરમાં આદિવાસી આંદોલન ચાલી રહ્યું હતું આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી આદિવાસી આંદોલન દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બુધવારે મણિપુરના આઠ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો.

આ હિસંાને લઈને ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ હતી  પૂર્વોત્તર રાજ્યમાં  ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી.અનુસૂચિત જનજાતિ ટેગરીમાં મેઇતેઇ સમુદાયને સમાવવાની માંગના વિરોધમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા  ‘આદિવાસી એકતા માર્ચ’ યોજાઈ જે હિંસામાં પરિણામી હતી. આ દરમિયાન ચુરાચંદપુરમાં તણાવ વચ્ચે ટોળાએ ઘરોમાં તોડફોડ કરી હતી. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર એ જણાવ્યું હતું કે મેઇતેઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માંગ વેગ પકડી રહી છે, જેની સામે તેણે કૂચનું આહ્વાન કર્યું છે.

આ માર્ચમાં હજારો આંદોલનકારીઓએ રેલીમાં ભાગ લીધો હતો અને ટોરબાંગ વિસ્તારમાં આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા થઈ હોવાના અહેવાલો હતા. જો કે  પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા છત્તા પરિસ્થિતિ તંગ જોવા મળી હતી, પરંતુ ઘણા આંદોલનકારીઓ પહાડીઓના જુદા જુદા ભાગોમાં તેમના ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે.