મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા
ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસામાં પરિણામ્યું હતું અને આજદિન સુઘી છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે,મણિપુર હિંસા મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ છે ત્યારે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવ્યા છએ જેમાં બે લોકોના મોત થયા છે તો 50 લોકો ઈજાગર્સ્ત થયા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઉત્તર-પૂર્વીય રાજ્યના તેંગનોપલ જિલ્લાના પલેલ વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે સુરક્ષા દળો અને સશસ્ત્ર માણસો વચ્ચે બે સ્થળોએ ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને સેનાના મેજર સહિત લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે અજાણ્યા જૂથો વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો અને તે સમયાંતરે ચાલુ રહ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં ઈમ્ફાલના રિમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગોળીબારના સમાચાર મળતા જ થોબલ અને કાકચિંગના વિવિધ સ્થળોએથી લોકો પલેલ પહોંચ્યા પરંતુ વાતાવરણ તંગ બનતું જોઈને આસામ રાઈફલ્સના અધિકારીઓએ તેમને રોક્યા. મેજર સહિત 50 લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ એમ પણ કહ્યું કે બે સશસ્ત્ર અજાણ્યા જૂથો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 48 વર્ષીય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. ભીડને રોકવાના પ્રયાસમાં આસામ રાઇફલ્સે ટીયર ગેસના શેલ છોડ્યા, જેના પછી આર્મી મેજર સહિત 50 લોકો ઘાયલ થયા
આ સહીત અહીં થયેલી નાસભાગમાં આસામ રાઈફલ્સનો એક જવાન પણ ઘાયલ થયો હતો. ઉપરાંત, ઉલ્લેખનીય છે કે આ વંશીય હિંસામાં 160 થી વધુ લોકોના મોત થયા છે વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા, સાવચેતીના પગલા તરીકે મણિપુરના તમામ પાંચ ખીણ જિલ્લાઓમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મણિપુરમાં 3 મેના રોજ જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો માર્યા ગયા છે.
tags:
manipur