Site icon Revoi.in

મણીપુરમાં બે યુવકોની થયેલી હત્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી

Social Share

ઈમ્ફાલઃ- મણીપુકમાં મે મહિનાની શરુઆતથી જ બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસક બન્યું ત્યારથી અત્યાર સુઘી અનેક મહિનાઓ વિતી ગયા હોવા છત્તા હિંસા હજી અટકવાનું નામ નથી લઈ રહી તાજેતરમાં ઈમ્ફઆલમાં બે યુવકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો ત્યાર બાદ હવે ફરી મણીપુરની સ્થિતિ વણસી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહને બે યુવાનોની હત્યા માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.હિંસા બાદ અહી 5 દિવસ ફરી ઈન્ટરનેટ સેવાઓ પણ બંઘ કરવામાં આવી છે.

આ સહીત મણિપુરમાં આગામી છ મહિના માટે AFSPA લંબાવવામાં આવી છે. જોકે, ઘાટીના 19 પોલીસ સ્ટેશનને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં આ પ્રદર્શનોમાં 65 વિરોધીઓ ઘાયલ થયા છે.સીએમ બિરેને કહ્યું કે ઈમ્ફાલ પહોંચ્યા બાદ સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લખએનીય છે આ કે વિવાદ 6 જુલાઈના રોજ બે યુવકોના ગુમ થવાથી શરૂ થયો હતો અને તેને 28 ઓગસ્ટે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સોમવારે ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહોના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો હતો.ત્યાર બાદ ફરી સ્થિતિ વણસી રહી છે.