- મણીપુરમાં ફરી હિંસા ભડકી
- 5 લોકોના મોત થયા
- આજે અમિત શાહ મણીનગર પહોચ્યા
ઈટાવાઃ- મણીપુરમાં આદિવાસી સમુદાય મતૈય અને કુકી એ જે આંદોલનની શરુાત કરી હતી તે ઘીરે ઘીરે ઉગ્ર બનતું ગયું પરિણામે મણીપુરમાં ભારે હિંસા ફભડકી અનેક લોકો ઘરથી બેઘર થયા ત્યારે આજરોજ સ્થિતિની સમિક્ષા અને અહીંના જવાનો સલાથે વાતચીત કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ મણીપુરની મુલાકાતે પહોચ્યા છએ જો કે તેમની આ મુલાકાત પહેલા અહીં ભારે હિંસા ભડકી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને રવિવારે મણિપુરના વિવિધ ભાગોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. આ હિંસામાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.
વિતેલા મહિનાથી શરુ થયેલી આ હિંસામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા વિતેલા દિવસે સીએમ. બિરેન સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમને હિંસા દરમિયાન “40 આતંકવાદીઓ” માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે.
આ સહીત સીએમએ કહ્યું કે, આ આતંકવાદીઓ M-16 અને AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ નાગરિકો સામે કરી રહ્યા હતા. તેઓ ઘણા ગામડાઓમાં ઘર સળગાવવા આવ્યા હતા. સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જો કે હિંસા બાદ અમિત શાહ મણીપિરની મુલાકાતે છે.ગૃહમંત્રી અમિત શાહ આજે મણિપુર પહોંચવાના છેમુખ્યમંત્રીએ બંને કુકી જાતિ મતેઈ સમુદાયને શાંતિ જાળવવા અને સામાન્ય સ્થિતિ લાવવા માટે કામ કરવા અપીલ કરી છે. આ પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે શનિવારે મણિપુની મુલાકાત લીધઘી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારે આજે અમિત શાહ પણ અહીની મુલાકાતે 2 દિવસ માટે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કુકી અને મતૈઈ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને હિંસામાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે પણ સ્થિતિ વધુ બગડતી જોવા મળી હતી.