Site icon Revoi.in

મણાપુરમાં હિંસાનો દોર યથાવત, મંત્રીના ઘર પાસે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, CRPF જવાન સહિત બે લોકો ઘાયલ

Social Share

ઈમ્ફાલઃ- મે મહિનાની શરુઆતથી મણીપુરમાં હિંસાનો દોર ચાલુ છે બે સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ જોવા મયળી રહી છે તેની અસર અત્યાર સુઘી વર્તાઈ રહી છે મે મહિનાથઈ અત્યાર સુઘીની હિંસામાં 180થી વધુ લોકોના મોત થયા છે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં મણિપુરના પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ આદિવાસી એકતા કૂચને પગલે જાતિ હિંસા ફાટી નીકળી હતી ત્યારે હવે મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં મંત્રી ખેમચંદ યુમનમના ઘરની નજીક હેન્ડ ગ્રેનેડ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન સહિત બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ બબાતને લઈને પોલીસે આપેલી જાણકારી પ્રમાણે  આ હુમલાની ઘટના શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે યુમનમ લીકાઈમાં બની હતી . તેમણે કહ્યું કે મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યો, જે મંત્રીના નિવાસસ્થાનના મુખ્ય દરવાજાથી થોડાક મીટર દૂર ઉતર્યો. મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ઘાયલ થયેલા CRPF જવાનની ઓળખ દિનેશ ચંદ્ર દાસ તરીકે થઈ છે અને તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે સૈનિકના હાથમાં ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ છે અને તેના જમણા પગમાં ઈજા થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ સાથે જ મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હુમલાની નિંદા કરી હતી. અગાઉ, મણિપુરની ઇમ્ફાલ ખીણમાં સુરક્ષા વ્યવસ્થા અને કર્ફ્યુ હોવા છતાં, ભીડે મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કરીને પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સિંહ રાજ્યની રાજધાનીના મધ્યમાં એક અલગ સત્તાવાર આવાસમાં રહે છે. મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બદમાશોએ બે ઘરોને આગ લગાડી અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.