- મણીુરમાં હિંસા યથાવત
- 12 બંકરો નષ્ટ કરાયા
- ઈઆઈડી બોમ્બ પણ સર્ચ ઓપરેશન દરમયાન મળી આવ્યા
ઈમ્ફાલઃ- મે મહિનાની શરુઆતથી જ બે સમુદાયોને લઈને શરુ થયેલું આંદોલન ઘીરે ઘીરે હિંસક બનતું ગયું આ હિંસક અથડામણમાં અત્યાર સુધી 110થી વધુ લોકોના જીવ ગયા હતા સ્થિતિનો તાગ મએળવવા ગૃહમંત્રી શાહ પોતે પણ મણીપુર પહોંચ્યા હતા જો કે અનેક બેઠક બાદ પણ હજી મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણીપુરમાં હિંસાની સ્થિતિમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, મણિપુર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ પહાડીઓ અને ખીણમાં લોકો દ્વારા બાંધવામાં આવેલા 12 બંકરોનો નાશ કર્યો.
આ બબાતને લઈને પોલીસે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા ઈમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ઓપરેશનમાં, સાહુમફળ ગામના ડાંગરના ખેતરમાંથી ત્રણ 51 એમએમ મોર્ટાર શેલ અને ત્રણ 84 એમએમ મોર્ટાર શેલ પણ મળી આવ્યા હતા અને કાંગવાઈ અને એસ કોટલિન ગામો વચ્ચેના ડાંગરના ખેતરમાંથી એક આઈઈડી મળી આવ્યો હતો.
આ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે મોર્ટાર શેલ્સ અને આઈઈડીને સ્થળ પર જ નાશ કર્યો હતો. પોલીસે કર્ફ્યુ ઉલ્લંઘન, ત્યજી દેવાયેલા મકાનોમાં ચોરી, આગચંપી વગેરે કેસોમાં 135 લોકોની ધરપકડ પણ કરી હતી. આ સહીત પોલીસે કુલ 1,100 હથિયારો, 13,702 રાઉન્ડ દારૂગોળો અને વિવિધ પ્રકારના 250 બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે,
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં સ્થિતિ તંગ છે પરંતુ કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો સાથે નિયંત્રણમાં છે પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય છે. મણિપુર પોલીસ અને કેન્દ્રીય દળો પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.ત્યારે અહી બંકરોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.