Site icon Revoi.in

મણીપુરમાં હિંસાનો દોર યથાવત- ઉગ્રવાદીઓએ પોલીસ કર્મીની ગોળી મારીને કરી હત્યા

Social Share

ઈમ્ફાલઃ મે મહિનાથી મણીપુર રાજ્યમાં હિંસાનો દોર ચાલુ છે ત્યારે હવે ઉગ્રવાદીઓ દ્રારા પોલીસ કર્મીને ગોળી મારીને હત્યા કરાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મોરેહ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર  ચિંગથમ આનંદ સરહદી શહેરમાં નવા બનેલા હેલિપેડનું નિરીક્ષણ કરી રહ્યા હતા. દરમિયાન, આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો અને તેમના પર ગોળીબાર કર્યો.

આ સમગ્ઘર ટના બાદ મણિપુરના સીએમ એન બિરેન સિંહે શોક વ્યક્ત કર્યો હતો અને તેને ઘાતકી હત્યા ગણાવી હતી , રિપોર્ટ પ્રમાણે SDPOને મોરેહના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે તેમની ઈજાઓના કારણે છsલ્લા શ્વાસ લીઘા હતા

આ ઘટના કેટલાક નાગરિક સમાજ સંગઠનોના સભ્યો, ખાસ કરીને મોરેહ સ્થિત, સરહદી શહેરમાંથી રાજ્ય દળોને પાછા ખેંચવાની માંગ કર્યાના દિવસો પછી બની છે. રાજ્યમાં 3 મેથી હિંસાની ઘટનાઓ શરૂ થઈ હતી 3 મેના રોજ ચુરાચંદપુર શહેરમાં પ્રથમ વખત અથડામણ શરૂ થઈ ત્યારથી મણિપુરમાં મોટા પાયે હિંસા જોવા મળી રહી છે.

માહિતી અનુસાર આ ઘટના બાદ પોલીસે આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે તેઓ ચિંગથમ આનંદની ‘ક્રૂર હત્યા’થી દુઃખી છે.મુખ્યમંત્રી એન બિરેન સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે સવારે મોરેહ પોલીસ ઓસી, એસડીપીઓ ચિંગથમ આનંદની ઘાતકી હત્યાથી તેઓ ખૂબ જ દુઃખી છે. લોકોની સેવા અને સુરક્ષા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા યાદ રહેશે. ગુનેગારોને ન્યાય અપાશે