Site icon Revoi.in

મણીપુરમાં હિંસાનો દોર ચાલુ, છેલ્લા 12 કલાકમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત

Social Share

ઈમ્ફાલઃ- મે મહિનાની શરુઆતથી મણીપુરમાં હિંસા શરુ થઈ હતી જે અત્યાર સુઘી ચાલી રહી છે બે આદિવાસી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસાનો દોર હાલ પણ યથાવત જોવા મળ્યો છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે

આ ફાયરિંગની ઘટનામાં બે લોકોના મોત થયા છે.મણિપુરમાં આ બે મોત છેલ્લા 12 કલાકના ગાળામાં થયા છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે  સવારે બિષ્ણુપુર જિલ્લાના ખોઇરેંટક તળેટી અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઇ અને ખૌસાબુંગ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મળેલી જાણકારી મુજબ  ફાયરિંગની નવીનતમ ઘટના બુધવારે સાંજે બની હતી. ગોળીબારમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું સારવાર માટે ગુવાહાટી લઈ જવામાં આવતાં રસ્તામાં મોત થયું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનું મોત ગોળી વાગવાથી થયું હતું, જ્યારે બીજાનું મોત તેની જ બંદૂકની મિસ ફાયરિંગને કારણે થયું હતું. વાસ્તવમાં ટાર્ગેટ ચૂકી જવાને કારણે ગોળી સીધી તેના મોંઢામાં વાગી હતી. 
અધિકારીઓએ જણાવ્યું કે ગુરૂવારે સવારે 9 વાગે ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક ઘાયલ વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. મંગળવારે પણ હિંસા થઈ હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે ચિંગફેઈ વિસ્તારમાં ગોળીથી ઘાયલ થયેલા પાંચ લોકોમાંથી ત્રણને ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  એક વ્યક્તિને માથામાં ગોળી વાગી હતી, જ્યારે અન્યને ખભા, પગ અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. બીજી તરફ, મંગળવારે બિષ્ણુપુરના નારાયણસેના ગામ પાસે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા.