Site icon Revoi.in

મણીપુરમાં ફરી ભડકી હિંસા – ઉગ્રવાદી અને ગ્રામજનો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી

Social Share

ઈમ્ફાલ – 3 મેના રોજથી મણીપુરમાં હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાયનું આંદોલન જોતજોતામાં હિંસક બન્યું અંદાજે આત્યાર સુધી 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા ગૃહમંત્રી શાહે પોતે જવુ પડ્યું તેવી સ્થિતિ પણ સર્જાય જો કે ગૃહમંત્રી શાહની મુલાકાત બાદ હિંસા શાંત પડી હતી પરંતુ મોડી રાત્રે અહી ફરી હીંસાએ ભયાનક સ્વરુપ  ઘારણ કર્યુ હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે ન ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં સોમવારે મોડી રાત સુધી આતંકવાદીઓ અને ગ્રામજનો સેવકો વચ્ચે ગોળીબાર શરુ થયો હતો જાણકારી છે કે આ ગોળીબારની ઘટનામાં વધુ નવ લોકો ઘાયલ થયા છે.ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસામાં ઓછામાં ઓછા 90થી વધુ લોકોના મોત થયા છે અને 310 લોકો ઘાયલ થયા છે.

આ બાબતને લઈને પોલીસે માહિતી આપી હતી અને જણાવ્યું કે અગાઉ ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. જોકે, બંને તરફથી ગોળીબાર ચાલુ રહેતા ઘાયલોની સંખ્યામાં વધારો થયો હતો. જો કે ત્યાર બાદ બન્ને પક્ષ પાછળ ખસી ગયા હતા અને ગોળીબાર શાંત થયો હતો જો કે ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે.

મળતી વિગત પ્રમાણે  ગામલોકોએ બળવાખોરોના કેટલાક કામચલાઉ બંકરો અને વોચ ટાવરને આગ લગાવી દીધી હતી, ત્યારબાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ભીષણ ગોળીબાર થયો હતો. જ્યાં ગોળીબાર થયો તે સ્થળ મતેઈ પ્રભુત્વ ધરાવતા ઈમ્ફાલ પૂર્વ જિલ્લા અને આદિવાસી પ્રભાવિત કાંગપોકપી જિલ્લાની સરહદ પર સ્થિત છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીં અનેક હિંસક ઘટનાઓ બનતી રહેતી હોય છે.