- મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી
- ગોળીબારમાં ફરી બે લોકોના મોત
ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત મે મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે હાલ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સતત હિંસા કરનારની ઓળખ કરીને તેઓની ઘરપકડ કરાી રહી છએ આવી સ્થિતિ વચ્ચે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી એન બિરેન સિંહના દાવા વચ્ચે મણિપુરમાંથી હિંસા જોવા મળી છે. સતત ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયાના એહવાલ સામે આવ્યા છે,જો કે ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. મણિપુરના કાંગપોકપી જિલ્લાના હરોથેલ ગામમાં ગુરુવારે સવારે સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ હિંસાખોર માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
જાણકારી અનુસાર એકઠા થયેલા લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો. આ માટે, પોલીસે ગુરુવારની સાંજે ઇમ્ફાલમાં ટીયર ગેસના શેલ છોડ્યા. તે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે.